ગુજરાતમાં તીર્થ છેત્રે આગવું સ્થાન ધરાવતા અને જ્યાં વર્ષે લાખો ભાવિકો દર્શન કરવા આવે છે.તેવા તીર્થધામ સોમનાથ ખાતે કવરેજ કરવા બાબતે મીડિયા કર્મી અને ટ્રસ્ટીગણ વચ્ચે ગજગ્રાહ થયો હતો.અને કવરેજ કરવા પર મનાઈ ફરમાવવાતા પત્રકારો રોષે ભરાયા હતા.અને મંદિર વિસ્તારમાં ધરણા યોજવામાં આવ્યા હતા.
શ્રાવણ માસની શરૂઆતના દિવસોમાં ગુજરાતનું અગ્રીમ તીર્થધામ સોમનાથ મંદિરે આજે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.ત્યારે આજે પત્રકાર કર્મીઓ દ્વારા કવરેજ કરવા પહોંચ્યા હતા.પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કવરેજ નહિ કરવા જણાવ્યું હતું.જેને લઈ હાજર પત્રકાર મિત્રો રોષે ભરાયા હતા.અને ટ્રસ્ટીઓની તાનશાહીના વિરોધમાં મંદિર વિસ્તારમાં કાળી પટી ધારણ કરી ધરણા પર બેસી ગયા હતા.અને અમો મીડિયા કર્મી છીએ કોઈ આતંકવાદી નથી તેવા નારા લગાવ્યા હતા.