ભાવનગર પંથકમાં ફરી બકરા ચોરતી ગેંગ સક્રિય થઇ હોય તેમ પાલીતાણાના સોનગઢ રોડ પર બકરા ચરાવવા ગયેલ પશુપાલકના ૫ બકરાની ચોરી થતા પાલીતાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ પાલીતાણાના હાથીયાધાર વિસ્તારમાં રહેતા સોંડાભાઈ રૂખડભાઈ સાટીયા ગત શનિવારે પોતાના બકરા લઈને સોનગઢ રોડ પર ચરાવવા માટે ગયા હતા.અને બપોરના સમયે આદિનાથ હેલ્થ સેન્ટરમાં બકારાઓને પાણી પીવરાવવા માટે ગયા હતા.સાંજે ઘરે આવ્યા બાદ બકારાઓની ગણતરી કરતા પાંચ બકરા ઓછા હોવાનું જણાતા બકરાની શોધ માટે નીકળ્યા હતા ત્યારે સેન્ટરના સીસીટીવી કેમેરામાં ચેક કરાવતા હેન્થ સેન્ટરમાં બકરાને પાણી પીવરાવતી વખતે નજીકમાં ઉભેલી કાર નં. જી.જે.૦૬ ડી.જી. ૭૭૫૨ નો ચાલક અને અન્ય એક ઈસમ પાંચ બકરાને કારની તરફ હંકારી કારમાં ઉઠાવી ગયા હતા..
આ બનાવ અંગે સોંડાભાઈએ કાર ચાલાક સહિત બે શખ્સે પોતાના ૫ બકરાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પાલીતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.