ભાવનગર પોલીસ બેડાના હેડ કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ. મળી ૨૧ પોલીસ કર્મચારીઓએ પી.એસ.આઇ. માટેની ખાતાકીય પરીક્ષા પાસ કરી છે. આગામી દિવસોમાં આ તમામ ૨૧ કર્મચારીઓને પી.એસ.આઇ. તરીકે પ્રમોશન સાથે નિયુક્તિ મળશે તેમ જાણવા મળી રહ્યું છે.
પોલીસ બેડામાં ખાતાકીય પરીક્ષાથી પ્રમોશન માટે લેવાતી વિવિધ મોડની પરીક્ષા પૈકી અગાઉ લેવાયેલી મોડ-૨નું પરિણામ જાહેર થયું છે જેમાં ભાવનગર પોલીસ બેડામાં શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨૧ પોલીસ કર્મચારીઓ ઉતિર્ણ થયા છે જે તમામ હવે આગામી દિવસોમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવશે.
પ્રાપ્ત વિગત મુજબ જે ૨૧ પોલીસ કર્મચારીઓ પી.એસ.આઇ.ની પરીક્ષામાં ઉતિર્ણ થયા છે તેમાં ગલતાનસિંહ ગોહિલ, કમલેશદાન, ગુલાબસિંહ જાડેજા, દિપકસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ગોહિલ, પૃથ્વિરાજસિંહ દિલુભા (પી.ડી. ગોહિલ), ભરતભાઇ પરમાર, મંગાભાઇ જાંબુચા, રાજેશભાઇ યાદવ, ભરતભાઇ ખુમાણ, શિવરાજસિંહ રાણા, શિવરાજસિંહ સરવૈયા, દિલીપભાઇ ગુર્જર, રમેશભાઇ રાઠોડ, હિંમતભાઇ મારૂ, અલ્પેશભાઇ પંડ્યા, કાંતિભાઇ ચુડાસમા, દલસુખભાઇ ટીલાવત, આરીફભાઇ રાંધનપુરા અને નિલેશભાઇ ભટ્ટનો સમાવેશ થાય છે.