સંજય રાઉતની EDએ અડધી રાતે ધરપકડ કરી છે. ઇડીએ ઁસ્ન્છ અંતર્ગત અડધી રાતે એટલે કે ૧૨ વાગ્યે સંજયની ધરપકડી કરી હોવાનું જણાવ્યું છે. રાત સાડા બાર વાગતા સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત ઇડીની ઓફિસે પહોંચ્યા હતા. ત્યારબાદ સુનિલ એક બેગ સાથે અંદર જતા જાેવા મળ્યા હતા. ઇડીએ સંજયને રવિવાર સાંજે કથિત રીતે કસ્ટડીમાં લીધા હોવાની જાણ કરી હતી.
સંજય રાઉતની ધરપકડ અંગે તેમના ભાઈ સુનિલે જાણકારી આપી હતી. આ સાથે જણાવ્યું હતું કે, ઇડી સંજયથી ડરે છે. તેથી તેમની ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજ દેખાડી સંજય રાઉતને પાત્રા ચોલ સાથે જાેડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ધરપકડ માત્ર તેમનો અવાજ દબાવવા માટે કરવામાં આવી છે. જે પણ રૂપિયા મળ્યાં છે તે શિવસૈનિકોના અયોધ્યા પ્રવાસના હતા. તે પૈસા પર એકનાથ શિંદે અયોધ્યા યાત્રા લખ્યું પણ છે. ઈડીની ઓફિસ બહાર કેટલાક શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા છે.
હાલ તો સંજય રાઉતને સોમવારે બપોરે ઁસ્ન્છ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સંજય રાઉતના ઘરેથી ઇડીને ૧૧.૫૦ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. ત્યાં જ ઇડીના સિનિયર ઓફિસર પણ મોડી રાતે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા છે. ત્યારે હાલ સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાઉતના ઘરે બુધવારે ઇડીના દરોડા બાદ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું.
રાઉતની ૧૧ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે
આ કેસ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા પાત્રા ચોલ સાથે જાેડાયેલો છે, જે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આવે છે. તેમાં અંદાજે ૧૦૩૪ કરોડની ગરબડ કરવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની ૯ કરોડની અને પત્ની વર્ષાની ૨ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે, રિયલ એસ્ટેટ કારોબારી પ્રવીણ રાઉતે પાત્રા ચોલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ જગ્યાએ ૩૦૦૦ ફ્લેટ બનાવવાનું કામ સોંપાયું હતું. જેમાંથી ૬૭૨ ફ્લેટ ત્યાં પહેલેથી જ રહેતા લોકોને આપવાના હતા. બાકીના સ્ૐછડ્ઢછ અને અન્ય કંપનીઓને આપવાના હતા.