અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવા માટેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ તરફ અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, બરવાળા લઠ્ઠાકાંડ મામલે અમદાવાદની AMOS કંપનીને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ એકવાર સમન્સ પાઠવ્યા બાદ પણ કંપનીના સંચાલકો પોલીસ સામે હાજર નહીં થતાં ફરી એકવાર કંપનીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ સાથે સંચાલકો દેશ છોડી ન શકે તે માટે ચાર સંચાલકો વિરુધ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઇ છે.
બરવાળા લઠ્ઠાકાંડ મામલે નશાબંધી અને આબકારી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ નશાબંધી અને આબકારી વિભાગે AMOS કંપનીનું લાયસન્સ રદ કરી નાખ્યું છે. જેમાં મિથેનોલ કેમિકલનું લાયસન્સ રદ કરાયું છે. નોંધનીય છે કે, લઠ્ઠાકાંડમાં AMOS કંપનીમાંથી કેમિકલ લેવાયું હોવાનો ખુલાસો થયા બાદ ફિનાર કંપનીમાંથી AMOS કંપનીમાં આવ્યું હોવાનું પણ ખૂલ્યું હતું. જેને લઈ હવે નશાબંધી અને આબકારી વિભાગે AMOS કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે.