વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયા સામેની બીજી T20 મેચ તેમના જ ઘરમાં જીતી લીધી છે. આ સાથે જ પાંચ મેચની T20 સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની આ બીજી મેચમાં જીતનો હીરો ફાસ્ટ બોલર ઓબેદ મેકકોય હતો. ફાસ્ટ બોલર મેકકોયે પોતાની ધારદાર બોલિંગથી ટીમ ઈન્ડિયા પર તબાહી મચાવી હતી. તેણે 4 ઓવરની બોલિંગમાં 17 રન આપીને 6 વિકેટ લીધી હતી.એક ઓવર મેડન પણ કરી હતી. આ રીતે,મેકકોય વેસ્ટ ઈન્ડિઝ માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછા રનમાં વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે.સેન્ટ કિટ્સમાં રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને રોમાંચક રીતે 5 વિકેટે હરાવ્યું હતું. ડાબોડી ફાસ્ટ બોલર ઓબેદ મેકકોય (6/17) દ્વારા T20I માં વેસ્ટ ઈન્ડિઝના સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનની પાછળ વેસ્ટ ઈન્ડિઝે ભારતને માત્ર 138 રનમાં મર્યાદિત કર્યું. આ પછી, બ્રાન્ડોન કિંગની મજબૂત અડધી સદીએ વેસ્ટ ઈન્ડિઝને મજબૂત સ્થિતિ પુરી પાડિ હતી, જેને ડેવોન થોમસ, તેની પ્રથમ મેચ રમીને, તેને ધમાકેદાર બેટિંગ કરીને મેચ જીતાડી હતી. આ સાથે શ્રેણી 1-1ની બરાબરી પર થઈ ગઈ છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 19.4 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 31 અને રવિન્દ્ર જાડેજાએ 27 રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓબેડ મેકકોયે 4 ઓવરમાં 17 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જવાબમાં વિન્ડીઝની ટીમે 5 વિકેટે 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓપનર બ્રેન્ડન કિંગે સૌથી વધુ 68 રનની ઇનિંગ રમી હતી.