સિહોર તાલુકાના પાંચવાડા ગામમાં રહેતા ભરવાડ યુવક ઉપર કૌટુંબિક મનદુઃખની દાઝ રાખી સામા પક્ષના ત્રણ શખ્સએ લાકડી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શિહોરના પાંચવડા ગામમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય કરતા જીતુભાઈ સુરાભાઈ મકવાણાના નાના ભાઈ લઘરાભાઈના પત્ની છેલ્લા પાંચ મહિનાથી પોતાના પિયર રિસામણે હોય બંને પક્ષ વચ્ચે કૌટુંબિક મન દુઃખ થયેલું હતું.
આ બનાવની દાજ રાખી સોમવારે સાંજે જીતુભાઈ પોતાનું મોટરસાયકલ લઈને ભાવનગર જઈ રહ્યા હતા ત્યારે ખાખરીયાના પાટીયા નજીક મોટરસાયકલ ઉપર આવેલા વિજયભાઈ ભીમાભાઇ શેલાણા, લાલાભાઈ વિહાભાઇ શેલાણા, અને રામભાઈ શેલા ણાએ લાકડી વડે હુમલો કરતા જીતુભાઈને મુંઢ ઈજા થઈ હતી. હુમલામાં ઇજાગ્રસ્ત જીતુભાઈને સારવાર અર્થે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જીતુભાઈએ સિહોર પોલીસ મથકમાં વિહાભાઈ અમરાભાઇ શેલાણા, લાલાભાઇ વિહાભાઇ શેલાણા, રામભાઈ વિહાભાઈ શેલાણા અને વિજયભાઈ ભીમાભાઇ શેલાણા રહે.તમામ સિહોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા શિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.