જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરના ૪૮૩ મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ, શાળાઓના ૩૦૦૦ થી વધુ બાળકો જોડાયા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જામનગરના ૪૮૩ માં સ્થાપના દિન નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેટ થી દરબાર ગઢ સુધી હેરિટેજ વોક યોજાયું હતું આ હેરિટેજ વોકમાં જામનગરની વિવિધ ધાર્મિક ,સામાજિક સંસ્થાઓ વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો તેમજ શહેરીજનો તિરંગા સાથે જોડાયા હતા.
આ હેરિટેજ વોકની શરૂઆત શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારીએ પ્રસ્થાન ખંભાળિયા ગેટથી કરાવ્યું હતું.
હેરિટેજ વોક ની પુર્ણાહુતી બાદ દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરના ૪૮૩ માં સ્થાપના દિન નિમિત્તે પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું.