કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને દેશદ્રોહી સંગઠન ગણાવતા નવેસરથી વિવાદ ઊભો થયો છે. રાહુલ ગાંઘી કર્ણાટક પ્રવાસે હતા. અહીં તેમણે હર ઘર તિરંગા અભિયાનને લઈને ભાજપ તથા આરએસએસ પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના કર્મચારીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી જેમાં લખ્યું છે કે ‘કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખુબ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે હર ઘર તિરંગા મુહીમ ચલાવનારા, એ દેશદ્રોહી સંગઠનમાંથી નીકળ્યા છે, જેમણે 52 વર્ષ સુધી તિરંગો ફરકાવ્યો નથી. આઝાદીની લડતથી, તેઓ કોંગ્રેસ પાર્ટીને ત્યારે પણ રોકી ન શક્યા અને આજે પણ રોકી શકશે નહીં.’