ઘોઘાના સાણોદર ગામની સીમ, કોળિયાક ગામ અને તળાજા તાલુકાના રાતાખડા ગામમાં જુગાર રમતા ૧૭ ખેલૈયાઓને ઘોઘા અને તળાજા પોલીસે ઝડપી લઇ કુલ રૂ.૩૮,૫૬૦ રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં જુગારની મોસમ ખીલી હોય તેમ અનેક સ્થળોએ જુગારીઓ પાટલા માંડીને હારજીતનો જુગાર રમતા હોય,ભાવનગર પોલીસે જુગારીઓને ઝડપી લેવા કમર કસી છે.
ઘોઘા પોલીસે સાણોદર ગામની સીમમાં આવેલ વાડીવાળા રસ્તાની બાજુમાં જુગાર રમતા સાણોદરના ૧૧ શખ્સ રઘુવીરસિંહ અજીતસિંહ ગોહિલ, મેહુલ બુધાભાઈ સોલંકી, વિક્રમસિંહ છત્રસિંહ ગોહિલ, રવિરાજસિંહ રામદેવસિંહ ગોહિલ, અજય કાળુભાઇ પીપળીયા, વિરામદેવસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલ, નરેશ વિનુભાઈ હળવદિયા, રણછોડ ઠાકરશીભાઈ પીપળીયા, જયરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, બળવંત ઠાકરશીભાઈ પીપળીયા અને જયદેવસિંહ છત્રસિંહ ગોહિલને રોકડા રૂ.૧૭,૮૬૦ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ઘોઘા પોલીસે કોળિયાક ગામના દેરાસર પાસે જુગાર રમતા મિલનરાજસિંહ જયવંતસિંહ સરવૈયા અને દિનેશ બાલાભાઈ લાડવાને રૂ.૧૦,૪૦૦ સાથે ઝડપી લીધા હતા,જયારે ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા.
આ ઉપરાંત તળાજા પોલીસે બાતમીના આધારે રાતાખડા ગામની નિશાળ પાસે જુગાર રમતા વિજય વિઠ્ઠલભાઈ ડાભી, વલ્લભ શાંતિભાઈ ડાભી, હિમ્મત વિઠ્ઠલભાઈ જેઠવા, અને વિજય રમેશભાઈ જાબુચાને ઝડપી લઇ રૂ.૧૦,૩૦૦ રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગ્રામ્ય પંથકમાં શ્રાવણીયો જુગાર રમતા ઇસમો સામે પોલીસે કવાયત હાથ ધરી છે.