ભાવનગરના રસાલા કેમ્પમાં આવેલ એક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર એલ.સી.બી.એ દરોડો પડી જુગાર રમતા ૬ શખ્સને રોકડા રૂ.૪૧,૧૦૦ સાથે ઝડપી લઇ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગરના રસાલા કેમ્પ,લાઈન નં.૭,રમ નં ૧ માં રહેતો જીતેન્દ્ર બચુમલ વસાવાની પોતાના આર્થિક લાભ સારું પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે જીતેન્દ્રના મકાનમાં ગત રાત્રીના દરોડો પાડી જુગાર રમતા જીતેન્દ્ર બચુમાળ વસાવાની, પરષોત્તમ ઉધમભાઇ ડોડેજા, અમિત રાજુભાઈ સાહિત્ય, ધર્મેન્દ્ર ગોવિંદરામ સુખાણી, જીતેન્દ્ર વિજયભાઈ રાજાણી, અને મનીષ ગોપીચંદ ભાગીયાને ઝડપી લઇ રૂ.૪૧,૧૦૦ રોકડા કબજે કર્યા હતા.
એલ.સી.બી.એ જુગાર રમતા તમામ ઈસમો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા નિલમબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.