તળાજા પંથકની એક સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે અન્ય એક શખ્સની મદદથી દુષ્કર્મ આચરતા અલંગ પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી વિગતો મુજબ તળાજા પંથકમાં રહેતી અને ૮માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ગઈ કાલે સાંજના સમયે પોતાની બહેનપાણીના ઘરે રમવા ગયા બાદ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે ગામનો પ્રદીપ નામનો શખ્સ અને એક અજાણ્યો શખ્સ મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને સગીરાને મારવાની ધમકી આપી ગામ નજીક આવેલ જંગલમાં લઈ જઈ પ્રદીપ નામના શખ્સે સગીરાની મરજી વિરુદ્ધ તેની ઉપર દુષ્કર્મ આચરી પરત ઘર નજીક મૂકી ગયા હતા.આ ઘટના અંગે સગીરાએ પોતાના માતા-પિતાને જાણ કરતા સગીરા પરિવાર સાથે પોલીસ મથક પહોંચી હતી અને અલંગ પોલીસ મથકમાં પ્રદીપ અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આઈ.પી.સી.૩૬૩,૩૭૬ (૩),૧૧૪ અને પોકસોની કલમ ૪,૮અને ૧૭ મુજબ ગુનો નોંધી અલંગ પી.આઈ.ડી.જી.પટેલે તપાસ હાથ ધરી છે.