વડાપ્રધાન મોદીએ સૂચવેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગરમાં મહાપાલિકા દ્વારા ૧.૧૦ લાખ તિરંગાનું વેચાણ કરવામાં આવશે. શહેરમાં સેન્ટ્રલ અને પૂર્વ, પશ્ચિમની મ્યુ. કચેરી ઉપરાંત અન્ય ૧૦ મળી ૧૩ સ્થળોએ વોર્ડ વાઇઝ તિરંગાના વેચાણ માટે કોર્પોરેશન દ્વારા ગત ૧ જુલાઈથી પ્રારંભ કરાયો છે. તિરંગાની કિંમત રૂ. ૩૦ રખાઈ છે જે ૩૦ ઇંચ બાય ૨૦ ઇંચનો પોલીસ્ટરનો રાષ્ટધ્વજ છે. જયારે મહિલા મંડળ, સખી મંડળ વિગેરે દ્વારા ખાદીના મોટા રાષ્ટ્ધ્વજનું વેચાણ થઈ રહ્યુ છળ જેની કિંમત રૂ.૧૫૦ સુધીની છે.
ભાવનગર મહાપાલિકા દ્વારા ચાલી રહેલા તિરંગા વેચાણને પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને અત્યાર સુધીમા ૨૫૦૦ જેટલા તિરંગા વેચાયા છે. જયારે જુદા જુદા સંગઠનો, મંડળોના ૨૦ હજાર રાષ્ટ્ર ધ્વજ માટે ઓર્ડર પેન્ડીંગ છે. ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાનના નોડલ ઓફિસર નિમાયેલા મ્યુ.આસી. કમિશનર ફાલ્ગુન શાહે જણાવ્યું કે પ્રથમ તબક્કે ૪૬ હજાર રાષ્ટ્રધ્વજ આવ્યા છે જેનું છૂટક વેચાણ ચાલુ છે જયારે બીજાે જથ્થો આવ્યા બાદ પેન્ડીંગ ઓર્ડરનો નિકાલ લવાશે. તેમણે ઉમેર્યું હતું કે, સવાત્રણ ફૂટની સ્ટીક સાથેના તિરંગાનું રૂ.૩૦ના દરથી વેચાણ થઈ રહ્યું છે જે કોઈપણ નાગરિક ખરીદી શકે છે.