પોલીસ અને સરકાર દ્વારા પણ લઠ્ઠાકાંડ બાદ વધુ સક્રિય બની છે. અને રાજ્યમાં દેશીદારૂના વિવિધ અડ્ડાઑ પર રેડ પાડી રહી છે. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર મામલામાં કેમિકલનો ઉપયોગ થયા હોવાનું સામે આવતા પોલીસ પણ શહેરની આસપાસના કેમિકલ એકમો ઉપર નજર રાખી રહી છે. ત્યારે વડોદરા ખાતેથી પણ પોલીસે મોટી માત્રમાં કેમિકલનો જથ્થો ઝડપી પડ્યો છે.
વડોદરા નજીક રણોલી હાઈવે પાસેથી ગોડાઉન માંથી સંગ્રહ કરાયેલો શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો. ત્યારે આ સમગ્ર મામલે જીપીસીબી તપાસ કરશે. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ કેમિકલનો ઉપયોગ કરતા એકમો પર વડોદરા પોલીસ બાજ નગર રાખી રહી છે. વડોદરા એલસીબીની ટીમે બાતમીના આધારે ગોડાઉનમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 35 જેટલા કેમિકલ ભરેલા પીપડા મળી આવ્યા હતા.
વડોદરા એલસીબીની ટીમને બાદમે મળી હતી કે શહેર નજીક રડોલી પાસે આ જ પ્રકારના કેમિકલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે જે કારણોસર હાઈવે નજીક આવેલા આ ગોડાઉન પર નરોડા કરવામાં આવ્યા હતા ત્યારે અહીંયા સંગ્રહ કરેલા 35 જેટલા કેમિકલ ના પીપડા મળ્યા હતા સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં અહીંયા કેમિકલ યુદ્ધ પીપડાની સફાઈ કરવાની કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે.