કેન્દ્ર સરકાર અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત ખાલી પદોની કુલ સંખ્યા 40,35,203 છે, જ્યારે કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે.
રસ્તાઓ પર હજારો યુવાનો બેકાર ઘુમી રહ્યા છે. રોજગારની શોધમાં ભટકી રહ્યા છે. તેમ છતાં પણ ખાલી પદ ભરાતા નથી. ભરતીઓ સમયસર થતી નથી. આપને જણાવી દઈએ કે, અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત પદની કુલ સંખ્યા 40,35,203 છે, જેમાંથી પદસ્થ કર્મચારીઓની સંખ્યા 30,55,876 છે. તો વળી સરકારના મંત્રાલય અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે.
કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં જણાવ્યું છે કે, અલગ અલગ મંત્રાલયો અને વિભાગોમાં સ્વીકૃત પદોની સંખ્યા 40,35,203 છે, જેમાંથી 9,79,327 પદ હજૂ પણ ખાલી પડ્યા છે. મંત્રીએ આ જાણકારી રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત ખાલી પદોની કુલ સંખ્યા 40,35,203 છે, જ્યારે તેમાંથી પદસ્થ કર્મીઓની સંખ્યા 30,55, 876 છે. તેમણે આગળ કહ્યુ કે, કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે.
જો કે, કેન્દ્રીય મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના લોકો માટે અનામત જગ્યાઓ કેટલીય છે, તો તેમણે કહ્યું કે, બૈકલોગ અનામત ખાલી જગ્યા સહિત ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે, જ્યાં એક બે અથવા ત્રણથી વધારે વર્ષથી ખાલી રહે છે, તે પદને વ્યય વિભાગના 12 એપ્રિલ 2017ના એક આદેશ અનુસાર સમાપ્ત માનવામાં આવે છે. સિંહે કહ્યું કે, જો કે, કાર્યાત્મક ઔચિત્યના આધાર પર આ પદને ફરીથી લાગૂ કરી શકાય છે.