લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા સુરેન્દ્રનગર ના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે. રાજેશની મુશ્કેલીમાં વધારો થતાં હવે EDએ તેઓની ધરપકડ કરી છે. અગાઇ CBIએ તેમની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે કે રાજેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
EDએ સાબરમતી જેલ માંથી ટ્રાન્સફર વોરંટના આધારે કે. રાજેશની ધરપકડ કરી છે. હવે કે.રાજેશને અમદાવાદમાં આવેલી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, CBI તપાસના ધમધમાટ ધીરે-ધીરે વધતા કે.રાજેશની મુશ્કેલી દિવસે ને દિવસે સતત વધતી જાય છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા સેવાઇ રહી હતી.