Wednesday, July 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વેપારીને બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી

aaspassdaily by aaspassdaily
2022-08-06 10:57:01
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ફરી એકવાર વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરી અને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા પછી ખેલ શરૂ કર્યો. પછી ઘરમાં સંતાઈને બેઠેલા બે શખ્સોએ વેપારીને બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી હતી.આ મામલે પોલીસે કવિતા નાયક નામની યુવતી અને રમેશ સુથારની ધરપકડ કરી આ ગુનામાં સામેલ ભાવેશ નામના આરોપીને પકડવા તજવીજ તેજ કરી છે. સાથે આ ટોળકીએ આ રીતે અન્ય કોઈ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઝડપાયેલી યુવતીની પ્રાથમિક તપાસમાં તેનો પતિ સેસન્સ કોર્ટમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ વેપારીએ જે ખાતામાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા તે કવિતાના પતિના ખાતામાં જ ટ્રાન્સફર થયા હોય ત્યારે તે આ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતાં વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થતા બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. 12 દિવસ પહેલા કવિતાએ વેપારીને મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા વેપારી ઘરે ગયો હતો.
જે બાદ 28મી જુલાઈએ કવિતાએ ફરી વેપારીને મેસેજ કરીને પતિ સુરત શહેર જતા રહ્યા છે તેવું કહીને ઘરે બોલાવ્યા હતા. 29 મી જુલાઈએ વેપારી યુવતીના ઘરે ગયા હતા, ત્યારે યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને વેપારીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે તે સમયે અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલ વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી. બંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન જુટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં તો તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી હતી. વેપારીએ અત્યારે પાંચ લાખ રૂપિયા નથી તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં બીજા વ્યક્તિએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી વેપારીએ પોતાના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પછી વેપારીને નીકળી ગયા હતા.
પહેલી ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ ઉપર વેપારીને એક મેસેજ આવ્યો હતો, જેમાં ફરિ વાર પૈસાની માંગ કરવામાં આવી હતી, જેથી વેપારીએ તે નંબર બ્લોક કરી નાખ્યો હતો. બાદમાં બંને આરોપીઓ ફરિવાર પૈસાની માંગ કરે તેવો ડરનાં આધારે તેઓએ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

Tags: AhmedabadHoney trap
Previous Post

ઝારખંડમાં 1800 શાળાઓમાં શુક્રવારે રજા

Next Post

સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

aaspassdaily

aaspassdaily

Related News

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી
તાજા સમાચાર

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી

July 15, 2025
બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

July 15, 2025
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

July 15, 2025
Next Post
સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

મંદી આવવાની કોઈ શક્યતા નથી- સીતારમણ

ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટોની ધર્મશાળાના ભાડા પર કોઈ GST નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.