ગીર સોમનાથના દરીયાકિનારા પરથી અગાઉ જે બિનવારસી હાલતમાં 273 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા તેનો FSL રિપોર્ટ આવી ગયો છે. જે મુજબ સોમનાથ નજીકના દરિયા કિનારેથી મળેલા શંકાસ્પદ પદાર્થ FSL પરીક્ષણમાં ચરસ હોવાનું સામે આવ્યું છે. પોલીસના સર્ચ ઑપરેશનમાં 273 પેકેટ મળ્યા હતા. જે બાદમાં પોલીસે આ પેકેટમાં પણ ચરસ હોવાની શંકા સેવી FSL પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. જે બાદમાં હવે રિપોર્ટ આવતા તે ચરસ હોવાનું ખૂલ્યું છે.
ગીર સોમનાથના દરીયાકિનારા પરથી અગાઉ જે બિનવારસી હાલતમાં 273 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા તે FSL પરીક્ષણમાં ચરસ હોવાનું સામે આવ્યું છે. પોલીસના સર્ચ ઑપરેશનમાં 273 પેકેટ મળ્યા હતા. અગાઉ પોલીસે 301 કિલોના 273 પેકેટ સીઝ કર્યા હતા, વિગતો મુજબ અંદાજે 4 કરોડ 51 લાખની કિંમતનું ચરસ ઝડપાયું હતું. જેને લઈ SOG પોલીસે વધુ તપાસ હાથ ધરી તેને FSL પરીક્ષણમાં મોકલ્યા હતા.
નોંધનિય છે કે, રાજ્યમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથવાત છે. જેમાં અગાઉ ગીર સોમનાથના દરીયાકિનારા પર બિનવારસી હાલતમાં 273 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા હતા. ગુજરાત તેમજ દેશની સુરક્ષા એજન્સીઑ સતર્ક મોડમાં આવી ગઈ છે. અને માછીમાર આગેવાનો સાથે સંકલન કરી તપાસ તેજ કરી છે.