શ્રાવણ માસ ભાવ અને ભક્તિનો મહિનો ગણાય છે પરંતુ કેટલાક તત્વોએ શ્રાવણ માસને જુગાર રમવા ખાસ ગણી લીધો હોય તેમ જુગારની મૌસમ ખીલે છે. કેટલાક લોકો તેને શ્રાવણીયો જુગાર પણ ગણાવે છે. જાે કે, શાસ્ત્રમાં શ્રાવણના જુગારનો કોઇ જ ઉલ્લેખ નથી. રમવાવાળા બહાનું ગોતીને શ્રાવણમાં બાજી માંડતા હોય છે, પોલીસ પણ આવા જુગારીઓને ઝબ્બે કરી લેવા સતત સક્રિય રહે છે. શહેર જિલ્લામાં શ્રાવણમાં જુગાર પુરબહારમાં ખીલતા પોલીસ દરરોજ જુદી જુદી જગ્યાએ દરોડા કરી ખેલંદાઓને ઝડપી રહી છે.
ભાવનગરના કાળિયાબીડ, ટોપથી સર્કલ નજીક અને સુભાષનગર વિસ્તારમાં જુગાર રમતી ૭ મહિલા સહિત ૧૬ શખ્સને પોલીસે રૂ.૩૩,૦૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે જિલ્લાના સોસિયા અને ખડસલીયા ગામમાંથી પણ ૧૨ જુગારીઓ રૂ.૩૦,૨૯૦ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.
ભાવનગરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ ગોકુળનગરની દીવાલ પાસે જાહેરમાં જુગાર રમતા ધર્મેશ નરેશભાઈ માંડલિયા, દિનેશ ભીખાભાઈ પ્રજાપતિ, ભુપત કાળુભાઈ મકવાણા, નરેશ ગોરધનભાઈ માંડલીયા, વિલાસબેન જશુભાઈ રાઠોડ, દક્ષાબા રણજીતસિંહ ચુડાસમા અને મંજુલાબેન શાંતિલાલ ભડીયાદરાને એલ.સી.બી.એ રૂપિયા ૨૪,૮૦૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત ભાવનગરના કાળિયા બીડ વિસ્તારમાં આવેલ અક્ષરધામ સોસાયટી ૧, શેરી નંબર આઠમાં જુગાર રમતી ચાર મહિલાઓ ભારતીબા રાજભા ગોહિલ, કૈલાસબા ખોડુભા રાયજાદા, તેજલબેન રમેશભાઈ પરમાર અને પૂનમબેન કિરીટભાઈ કારૈયાને નીલમબાગ પોલીસે રૂપિયા ૧,૬૧૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.
ભાવનગરના સુભાષનગર, કીર્તિ સ્કૂલવાળા ખાંચામાં આવેલ મફત નગરમાં જુગાર રમતા પાંચ ઇસમો કાળુ ધનજીભાઈ ડોડીયા, સિરાજ અમુલખભાઈ રૂપાણી, યોગેશ કનૈયાલાલ ધોળકિયા, સંજય પ્રભુદાસ બુધેલીયા અને સતીશ ડાયાભાઈ પટેલને ઘોઘારોડ પોલીસે રૂ.૬,૬૬૦ રોકડા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર જિલ્લામાં પણ જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ અલંગ તાબેના સોસિયા ગામમાં જુગાર રમતા ભાવેશ વેલજીભાઈ દિહોરા,ધુડા ભુપતભાઈ દિહોરા, ભીમા હીરાભાઈ દિહોરા, વિજય રમેશભાઈ દિહોરા અને વિપુલ બુધાભાઈ દિહોરાને અલંગ મરીન પોલીસે રૂ.૧૯,૭૯૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત ઘોઘા તાલુકાના ખડસલીયા ગામના વાડી વિસ્તારમાં ઘોઘા પોલીસે દરોડો પાડી જુગાર રમતા જગભા કુરુભા ગોહિલ, લક્ષ્મણ જીવણભાઈ બારૈયા, મુકેશ પોપટભાઈ ડાભી,ચંદુ ભગવાનભાઈ બારૈયા, ભયલુભા વિકુભા ગોહિલ, મુકેશસિંહ વિક્રમસિંહ ગોહિલ અને લાલભા ગોહિલને રૂ.૧૦,૪૦૦ રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સિંહા કોલોનીમાં જુગાર રમતા છ શખ્સની ધરપકડ
ભાવનગરના કુંભારવાડા સિંહા કોલોનીમાં જુગાર રમતા છ શખ્સ ને બોર તળાવ પોલીસે ઝડપી લઇ રૂપિયા ૧૩,૧૪૦ રોકડા કબજે કર્યા હતા. બોરતળાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શહેરમાં કુંભારવાડા, સિંહા કોલોની, રેલવે ફાટકની બાજુમાં આવેલ મકાન પાસે જાહેરમાં જુગાર રમતા નિલેશ પરષોત્તમભાઈ બારૈયા, સહદેવસિંહ મંગળસિંહ ગોહિલ, સુનિલ દિનેશભાઈ નાકિયા, પ્રતીક હસમુખભાઈ દોશી, મીતેશ હર્ષદભાઈ ડાભી અને મહેશ હરિભાઈ લુવાણીને રૂપિયા ૧૩,૧૪૦ રોકડા સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જેસરના જુના પા ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા
જેસરના જુના પા ગામે આવેલ ગૌચરના ડુંગરાની ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા સાત શખ્સોને જેસર પોલીસે રોકડા રૂ. ૨૩,૪૬૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ જેસર પોલીસને મળેલી બાતમીના આધારે જુના પા ગામે આવેલ ગૌચરના ડુંગરાની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા હરદેવસિંહ બળવંતસિંહ સરવૈયા, દેહુર ગીગાભાઈ કામળિયા, વિજયસિંહ ભોજુભા સરવૈયા, ધીરુ ધરમશીભાઈ મકવાણા, કનુ દેવાયતભાઈ, રમેશ પરસોત્તમભાઈ ગોહિલ અને વિહા જેથુરભાઈ ચાંદુને રોકડા રૂ. ૨૩,૪૬૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.