ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી મોટી ઘટના સામે આવી છે. યુપીની યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી રાકેશ સચાન કોર્ટમાં પોતાની સજાની ફાઈલ લઈને ભાગી ગયા છે. કારણ કે ગેર કાયદેસર હથિયારના એક જૂના કેસમાં શનિવારે દોષિત ઠર્યા હતા. જાણકારી અનુસાર તેમને સજા સંભળાવવાની હતી, પણ તે અગાઉ તેઓ વકીલથી મદદથી સજાના આદેશની મૂળ કોપી લઈને ભાગી ગયા હતા. હવે આ મામલે પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. આ મામલામાં સચાનનું કહેવુ છે કે, તમામ પ્રકારના આરોપ નિરાધાર છે. તબિયત ખરાબ હોવાના કારણે વકીલ દ્વારા કોર્ટમાં અરજી પત્ર આપ્યુ હતું.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કેબિનેટ મંત્રી રાકેશ સચાન પર પોતાની સજાની ફાઈલ લઈને કોર્ટમાં ભાગવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અસલમાં કોર્ટ શનિવારે સચાનને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ સજા સંભળાવવાની હતી. પણ તે પહેલા તેઓ કોર્ટ સજા આપે વકીલની મદદદથી સજાના આદેશવાળી મૂળ કોપીને લઈને ફરાર થઈ ગયા હતા. કહેવાય છે કે, તેઓ કોર્ટમાંથી બેલ બોન્ડ ભર્યા વગર જ કોર્ટમાંથી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ કોર્ટે મંત્રી વિરુદ્ધ FIR નોંધવા અને કોર્ટના આદેશનુ ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધવા જણાવ્યું હતું.