ગારીયાધારના ચોમલ ગામમાં રહેતી યુવતીને સગાઈ તોડી નાખવા માટે તેના મામાનો દીકરો અને મિત્ર ધમકી આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગારીયાધારના ચોમલ ગામમાં રહેતા લાલીતાબેન બધાભાઈ પરમારે ગારીયાધાર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમની સગાઈ ગારિયાધારમાં રહેતા યુવક સાથે થઈ હોય,આ સગાઈ તોડી નાખી પોતાની સાથે સગાઈ કરવા ભાવનગરમાં રહેતો તેના મામાનો દીકરો ગૌતમ વેલજીભાઈ પરમાર અને તેનો મિત્ર વિજય રાઠોડ અવાર નવાર ફોન અને મેસેજ કરતા હોય,તેમજ સગાઈ ન કરે તો મરી જઈશ અને ચિઠ્ઠી લખતો જઈશ તેવી ધમકી આપી હતી.
ગારીયાધાર પોલીસે બન્ને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.