રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમ અને મંગળવારે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરી છે, 10 અને 11 ઓગસ્ટે રાજ્યના મોટાભાગમાં અતિભારે વરસાદની સંભાવના છે.
આગાહી મુજબ તા.8 ઓગષ્ટે દક્ષિણ ગુજરાતમાં નવસારી, અને વલસાડમાં ભારે તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે. તા.9 ઓગષ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને ભાવનગરમાં જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને ખેડા જીલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકામાં આગામી તા.10મી અને 11મીએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.