ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજ્યભરમાં ભારે રોગચાળો વકર્યો છે. જેમાં સ્વાઇન ફ્લૂથી, શરદી-તાવ અને ઉધરસના અનેક કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મૃત્યુ નિપજ્યું છે. શહેરના કોઝવે રોડ વિસ્તારના 59 વર્ષીય વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ થયું છે.
શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લુથી કુલ ચાર લોકોના મોત નિપજ્યાં છે. શહેરમાં વધતા જતા સ્વાઈન ફ્લૂના કેસથી મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે.