છોટાઉદેપુર જીલ્લામાં રોજગારી આપવા માટે સરકાર નિષ્ફળ હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અહી આદિવાસી પુર્વ પટ્ટીમા ધંધા રોજગાર ની ખુબ મોટી સમસ્યા છે. પહેલા કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પણ આદિવાસી વિસ્તારના લોકોને રોજગારી આપવામા નિષ્ફળ રહ્યા છે. છેલ્લા 27 થી 28 વર્ષ થી ચાલી રહેલા ભાજપના શાસન દરમિયાન પણ આજ પરિસ્થિતિ છે. ખાસ કરીને અહી કોઇ ઇન્ડસ્ટ્રીઝ કે મોટી GIDCના હોવાથી આદિવાસી પુર્વ પટ્ટીના યુવાનોને રોજગારી માટે અન્ય જીલ્લાઓમા જવુ પડે છે.
ત્યારે છોટાઉદેપુર ના નસવાડી ના નાનીઝડુલી ગામ ના બી એ ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવક બંધ પડેલા સામુહિક શૌચાલયમાં સલૂન ચાલુ કરી રોજગાર મેળવવા મજબુર બન્યો છે.નસવાડીના ડુંગર વિસ્તારના નાનીઝડુલી ગામે સ્વચ્છ ભારત મિશન હેઠળ સામુહિક સોચાલય 2 લાખ ના ખર્ચે બનાવેલ છે. બે વર્ષ થી શૌચાલય બીન ઉપયોગી પડ્યું હતુ. જેથી ગામ ના B.A ગ્રેજ્યુટ થયેલ મકનભાઈ ભીલની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેને નોકરી માટે મેહનત કરી પણ નોકરી ન મળતા ગામના સરકારી બંધ પડેલ બીન ઉપયોગી શૌચાલય ની અંદર જ ખુરશી ગોઠવી ને હેર કટિંગ સલૂન શરૂ કર્યું હતું.