રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીમાં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ મોટાપાયે ભેગી થઈ ગઈ હતી. આ અરાજકતામાં ત્રણ મહિલા શ્યામ ભક્તોના મોત થયા છે જ્યારે અનેક ભક્તો ઘાયલ થયા છે. હાલ એક મહિલાની ઓળખ કરવામાં આવી છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. હાલમાં આ નાસભાગમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ખાટુશ્યામજી મંદિર રાજસ્થાનના સીકરમાં આવેલું છે. અહીં ચાલી રહેલા માસિક મેળા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં ત્રણ લોકોના મોત થયા હતા. નાસભાગમાં ઘાયલ બે લોકોને જયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે.
સોમવારે સવારે 5 વાગે ખાટુશ્યામ જી મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડનું દબાણ વધવા લાગ્યું અને પછી નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે.