ગુજરાતમાં અગાઉ બે વખત મુલત્વી રહેલો ડીફેન્સ એક્સ્પો-2022 હવે તા. 18થી 22 ઓક્ટોબરના રોજ યોજાશે તેવું સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ તા. 10થી 14 માર્ચ વચ્ચે ગાંધીનગરમાં ડીફેન્સ એક્સ્પો યોજાવાનો હતો પરંતુ યુક્રેન-રશિયા યુધ્ધના કારણે આ ડીફેન્સ એક્સ્પોમાં વિદેશી કંપનીઓ ભાગ લઇ શકે તેમ ન હોવાથી હવે 18 થી 22 ઓક્ટોબરે યોજાશે તેવા સંકેત છે.
જો કે ટોચના સુત્રોનાં જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાનસભા ચૂટંણીઓની તારીખ નવેમ્બરમાં હોવાનું નિશ્ર્ચિત થઇ રહ્યું છે અને એક તબક્કે તા. 10 ઓક્ટોબરના રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ગુજરાતમાં સંપન્ન થશે ત્યારબાદ ચૂંટણી તારીખ જાહેર થવાની શક્યતા છે. હવે ડીફેન્સ એક્સ્પોના કારણે શું ચૂંટણી કાર્યક્રમ વિલંબમાં જશે કે પછી ડીફેન્સ એક્સ્પો આગામી વર્ષે યોજાઈ તેના પર સૌની નજર છે.