બર્મિંઘમમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં દેશના ખેલાડીઓએ પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખતા કુલ 61 મેડલ જીત્યા છે, જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દેશના ગૌરવની વાત કરવાના બદલે પ્રાંતવાદનું રાજકારણ શરૂ કરી દીધું છે.
ભારતીય ખેલાડીઓએ કોમેનવેલ્થ ગેમ્સમાં 61 મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. જો તરફ ખુશીનો માહોલ છે અને ઉજવણી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ઇન્ચાર્જે કોમનવેલ્થ મામલે ગુજરાત પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહિલા નેતા નતાશા શર્માએ વિવાદાસ્પદ ટ્વીટ કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. કોંગ્રેસના મહિલા નેતા નત્તાશા શર્માએ વિવાદાસ્પદ ટ્વીટ કરતાં લખ્યું હતું કે ‘કોમનવેલ્થમાં ગુજરાતના કોઇ ખેલાડી ગોલ્ડ મેડલ લાવ્યા કે નહિ કે પછી દેશ છોડીને ભાગી જવામાં જ ગોલ્ડ મેડાલિસ્ટ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં સુરતના હરમીત દેસાઇએ ગોલ્ડ મેડલ જીત્યો છે તો ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી તરફ સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.