ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કેન્દ્ર સરકારે મેંદા અને રવાની નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય 14 ઓગસ્ટથી લાગુ થશે. મળતી માહિતી અનુસાર બે મહિના પહેલા ઘઉંના લોટના નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી મોંદો અને રવાની નિકાસમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જે બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. DGFT (Directorate General of Foreign Trade) દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર મેંદા અને રવાની નિકાસની મંજૂરી ઈન્ટર મિનિસ્ટ્રિયલ પેનલ આપશે.