આવકવેરા વિભાગે પગારદાર અને સિનિયર સિટીઝન માટે રિટર્ન ભરવાની મુદ્દત પૂરી થયાને માંડ અઠવાડિયામાં કર કપાત માટે કરદાતાએ લીધેલી છૂટ મુદ્દે નોટિસ ફટકારી છે અને એ મુદ્દે 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે. રાજ્યમાં 3 લાખ કરદાતા અને અમદાવાદમાં અત્યાર સુધી 1 લાખ કરદાતાને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે.
પગારદાર કરદાતાએ EPFનું વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, મકાન ભાડાંની કપાત, મ્યુચ્યુઅલ ફંડ, શિક્ષણ ફી કે FDમાં કરેલા રોકાણ માટે કરેલા કરકપાતના દાવાનો ખુલાસો કરવા તેમજ જરૂરી દસ્તાવેજ સબમિટ કરવા ઓનલાઈન નોટિસ અપાઈ છે.
આ સાથે કરદાતા જો 10 દિવસમાં દસ્તાવેજ રજૂ ન કરે તો કરકપાતના દાવા નકારી ટેક્સની ડિમાન્ડ કાઢવામાં આવશે. એક ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, કરદાતા ઈન્કમટેક્સે માંગેલા જરૂરી દસ્તાવેજ પૂરા ન પાડી શકે તો 30 ટકા લેખે ટેક્સ ભરવો પડશે.