દેશમાં ત્રણ દિવસથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને દરિયા કિનારે આવેલા રાજ્યોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચનાઓ આપવામાં આવી છે. પરંતુ અગાઉ માછીમારી કરવા માટે દરિયામાં ગયેલી બોટ હજુ પણ દરિયામાં હોવાથી માછીમારોના પરિવારો ચિંતિત બન્યા છે. જેને લઇ આજરોજ મહારાષ્ટ્રના માછીમારોની ર૦ જેટલી બોટ દરિયાના તોફાની મોજા વચ્ચે સપડાતા જાફરાબાદ બોટ એસો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સાથે વાતચીત કરી મહારાષ્ટ્રની ર૦ જેટલી બોટને જાફરાબાદ બંદર ખાતે સહી સલામત લાવવામાં આવી હતી. હજુ પ૦ જેટલી બોટ દરિયામાં હોય તે પણ જાફરાબાદ બંદર ખાતે આવી પહોંચે તેવી સંભાવના છે.