અમરેલી જિલ્લામાં પોલીસ શરાબીઓને સકંજામાં લઈ રહી છે. જિલ્લામાં પોલીસે બે દિવસમાં ૧૦૦થી વધુ શરાબીઓને ઝપેટમાં લઈ નશો ઉતારી નાખ્યો હતો. અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૬૭ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. જિલ્લામાં છ મહિલા સહિત ૧૩ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. અમરેલી ચલાલા રોડ અમર દાણ ફેક્ટરી નજીક સાઇડનાં રોડ પરથી રાજકોટનો એક વેપારી કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો તથા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી.