પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તરી વઝીરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં મંગળવારે એક આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 4 સૈનિકોના મોત થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈંટર સર્વિસિઝ રિલેશંસ પાકિસ્તાને કહ્યું કે, રિપોર્ટથી જાણવા મળે છે કે, જિલ્લાના મીર અલી તાલુકામાં પટ્ટાસી ચેક પોસ્ટની પાસે રીક્ષાએ સૈનાના કાફલાને ટક્કર મારી, જે બાદ વિસ્ફોટ થયો હતો. 7 ઘાયલોમાં 3 સિપાહી, 2 નાયક રેંકના સૈનિક અને 2 સામાન્ય નાગરિક સામેલ છે.
ગુપ્તચર એજન્સીઓએ આ હુમલાને અંજામ આપનારા અને તેમના માસ્ટરમાઈન્ડની શોધ કરવા માટે તપાસ હાથ ધરી છે. આઈએસપીઆરનું કહેવુ છે કે, પાકિસ્તાની સેના આતંકવાદના ખતરાને ખતમ કરવા માટે કટિબદ્ધ છે. અને અમારા બહાદુર સૈનિકો પર આવી રીતે હુમલો કરનારાઓને છોડવામાં આવશે નહીં. તો વળી બીજી બાજૂ આ હુમલા પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ શહબાઝ શરીફે ટ્વિટ કરીને કહ્યું કે, મારા સહિત સમગ્ર દેશ ઉત્તરી વઝીરિસ્તાનના મીર અલીમાં થયેલા આત્મઘાતી હુમલામાં 4 સૈનિકોની શહાદતથી દુખી છીએ. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, દેશની રક્ષા અને શાંતિ માટે આ શહીદોના બલિદાનને અલ્લાહ સ્વિકારે.