Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વહેલી સવારે ધમકીભર્યો ઇમેઇલ મળતા પોલીસની વિવિધ ટીમોએ વિધાનસભા સંકુલમાં તપાસ હાથ ધરી : ધમકીના પગલે સવારે મળનારી બેઠક મોકૂફ

dharmendravaghela by dharmendravaghela
2026-03-18 11:31:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે.

આજે સવારે 9 વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.બે દિવસ પહેલા ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સેક્ટર-10 સ્થિત આ ભવનના તોલ-માપ વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોઈને કોઈ જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાસપોર્ટ ઓફિસ, સ્કૂલો, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

Tags: bomb threatgujarat vidhansabha
Previous Post

ભાવનગરના ચિત્રા શાંતિનગરમાં ગોહિલ પરિવાર દ્વારા રામદેવપીર રામાયણનું આયોજન

Next Post

ઇન્દોરમાં રહેણાંકી મકાનમાં વિકરાળ આગ લાગતા સાત લોકોના કરૂણ મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

August 21, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

August 21, 2026
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે
તાજા સમાચાર

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

August 21, 2026
Next Post
અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે 35 વાહનો બળીને ખાક

ઇન્દોરમાં રહેણાંકી મકાનમાં વિકરાળ આગ લાગતા સાત લોકોના કરૂણ મોત

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.