રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ ઓગસ્ટ, શનિવારે સાંજે ૫-૩૦ વાગ્યે પશ્ચિમ ભારતીય કવિસંમેલન અને વક્તવ્યોનું આયોજન થયું છે. ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી ભાષાના કવિઓ તેમાં કાવ્યપાઠ ક૨શે અને જે તે ભાષાના વરિષ્ઠ વિદ્વાનો પોતાની ભાષાની સમકાલીન કવિતા વિશે વાત ક૨શે. શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ આ કાર્યક્રમમાં કોંકણી ભાષામાંથી ભૂષણ ભાવે, હનુમંત ચોપડેક૨ અને નેરી નજરેત, મરાઠી ભાષામાંથી રંગનાથ પઠારે, પ્રકાશ હોલકર અને સુમતિ લાંડે, સિંધી ભાષામાંથી નામદેવ તારાચંદાણી, નરેશ ઉધાણી અને લાલ ચાવલા તેમજ ગુજરાતી ભાષામાંથી વિનોદ જાેશી, વિવેક ટેલર અને રિન્કુ રાઠોડ ભાગ લેશે. સાહિત્યમાં રસ ધરાવતા સહુ કોઈને શિશુવિહાર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નાનક ભટ્ટ દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે.