શહેરના સરદારનગર, દેવુમાં ચોક પાસે આવેલ સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીને શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ગુજરાત રાજયના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનોદભાઈ મોરડીયાનું સન્માન કરાશે. આ પ્રસંગે તેઓનું સામૈયુ સંત પ્રભારામ ચોકથી સિન્ધુનગર મુખ્ય માર્ગથી સંત વાસુરામ આશ્રમ સુધી કરાશે. સમારોહમાં સિન્ધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ભવ્ય કાર્યક્રમમાં સંતો – મહંતો મહા મંડલેશ્વર સ્વામી હંસરામજી ઉદાસીન, મહા મંડલેશ્વર પૂ.ગરીબદાસ બાપુ, પૂ.મહંત ત્યાગી બાપુ, પૂ.મહંત રામચંદ્રદાસજી મહારાજ, પૂ. શૈલેષદાદા પંડિતજી, પ.પૂ.દુઃખ ભંજની દેવુમાં સહિતના ઉપસ્થિતિ રહેશે. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે મેયર કીર્તીબેન દાણીધારીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, સ્ટે.કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ડે. મેયર કૃણાલભાઈ શાહ, શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહેલ, દંડક પંકજસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા વિગેરે ઉપસ્થિત રહેશે.