ભાવનગર શહેરના ભરતનગરમાં જુગાર રમતા છ શખ્સની ભરતનગર પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભરતનગર પોલીસને મળેલી બાકીના આધારે ભરતનગર વિસ્તારમાં આવેલ ત્રણ નંબરના બસ સ્ટેન્ડની સામેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા મનીષ ધર્મેન્દ્રભાઈ મારુ, હિતેશ ધરમદાસ ધનાણી, મોહિત ભરતભાઈ કારીયા, પૃથ્વીરાજસિંહ ભદ્રસિંહ ચૌહાણ, આશિષ અમૃતભાઈ ગઢીયા અને જયદીપસિંહને રોકડા રૂ.૧૦,૨૩૦ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.