ભાવનગરના ઐતિહાસિક અને પ્રાચીન એવા રૂવાપરી માતાજી મંદિરનો આવતીકાલ તારીખ ૧૧ના રોજ ૫૭૯ મો પાટોત્સવ આસ્થાભેર ઉજવાશે.
ભાવનગર શહેરના છેવાડે આવેલા પ્રસિદ્ધ રૂવાપરી માતાજીના મંદિરે આવતીકાલે તારીખ ૧૧ મી ગુરુવારે રૂવાપરી માતાજીનો ૫૭૯ મો પાટોત્સવ પરંપરા મુજબ ઉજવવામાં આવશે આ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે યજ્ઞનો પ્રારંભ સવારે ૮ઃ૦૦ કલાકે થશે આ પ્રસંગે રૂવાપરી સેવા ટ્રસ્ટના પ્રમુખ અને સંત સીતારામ બાપુ તેમજ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી, મહેશભાઈ ગાંધી સહિતના હસ્તે ધજાનુ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે સાંજે ૫ઃ૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે રૂવાપરી માતાજીના પાટોત્સવ નિમિત્તે યોજનાર યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમોના દર્શનનો લાભ લેવા ભાવિકોને જણાવ્યું છે.