ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યના 4000 ગામમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની થઈ હતી. સર્વેનું સપૂર્ણ કામગીરી પૂર્ણ થયે સહાયની જાહેરાત કરવામા આવશે.
આજે રાજ્યમાં દ.ગુજરાત અને ઉ.ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટના રોજ રાજ્યમાં બનાસકાંઠા, વલસાડ અને દમણમાં મેઘો બઘડાટી બોલાવી શકે તેવા સંકેત હવામાન ખાતાએ આપ્યા છે. 12 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવા પણ વરતારા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સોનગઢમાં 2.5 ઈંચ વરસાદ વરસાદ થયો છે, જ્યારે ઉમરપાડા અને સાગબારામાં સવા 2 ઈંચ વરસાદ થયો છે. સાથે વ્યારા, બાવળા અને લખપતમાં પોણા 2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ખેડા, સુબિર, ખેરગામ, વાંસદા અને ઉચ્છલમાં 1.5 ઈંચ વરસાદ તથા વાપી, ધાનેરા, કામરેજ અને પાદરામાં સવા ઈંચ વરસાદ થયો છે. સાથે માંડવી અને હાંસોટમાં 1-1 ઈંચ વરસાદ થયો છે.
ગુજરાતમાં સિઝનનો 75% વરસાદ
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની ટીમને પણ તહેનાત રહેવા માટે તંત્રએ આદેશ આપી દીધો છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો ૭પ ટકા વરસાદ નોંધાયો છે.