મોરબીના ક્યુટોન સિરામિક ગ્રુપમાં ITએ સતત બે દિવસ દરોડા પાડ્યા છે. જેમાં કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહાર સામે આવ્યા છે. સાથે મોટી રકમનું સાહિત્ય પણ IT દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. સાથે IT તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી પણ સામે આવી શકે છે. ITએ આ દરોડા બોગસ બિલિંગની આશંકાએ પાડ્યા હતા.
દરોડામાં 1 કરોડ રોકડા, 2 કરોડના દાગીના મળ્યા, IT દ્વારા 12 લોકર સીલ કરવામાં આવ્યાં અને મોટી રકમના વહેવારો થયાના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યું છે.
મોરબીના અગ્રણી ક્યુટોન સિરામિક ગ્રુપના ઉત્પાદન અને વેચાણ મથકો ઉપર 9 ઓગસ્ટની વહેલી સવારથી ઇન્કમટેક્સના દરોડા પાડયા છે. મોરબીની સાથે – સાથે અમદાવાદ ખાતે પણ ક્યુટોન ગ્રુપના ધંધાદારી સ્થળો ઇન્કમટેક્સની રડાર હતા, આ કંપનીને સંલગ્ન કુલ મળી 25 થી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.
ક્યુટોન સિરામિક વાંકાનેર સહિતના યુનિટો અને 6 સપ્લાય સ્થળો ઉપર ઇન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે 2 દિવસથી ચાલી રહેલી આ તપાસમાં રાજકોટથી 1 ડઝનથી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબીની સાથે અમદાવાદ ખાતે ક્યુટોન ગ્રુપ સાથે જોડાયેલ વ્યાપાર સ્થળો ઉપર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
અભિનેતા અનિલ કપૂર છે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર
ઉલ્લેખનીય છે કે, આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અનિલ કપૂર છે. જેથી IT અનિલ કપૂરના ચોપડે બતાવેલી રકમના હિસાબોની તપાસ પણ કરી શકે છે.