ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ એક હોટલના રૂમમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા ઉમરાળા તાલુકાના લંગાળા ગામના ઈસમને ઝડપી લઇ નીલમબાગ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ શહેરના વાઘાવાડી રોડ પર આવેલ બ્લીસ હોટલના રૂમ નંબર ૧૨૧ માં એક ઇસમ ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે નીલમબાગ પોલીસે ગત રાત્રિના હોટલના રૂમ નંબર ૧૨૧ માં તપાસ કરતા ઉમરાળા તાલુકાના લંગાળા ગામમાં રહેતો વિકાસ ઠાકરશીભાઈ રાઠોડ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો મળી આવતા પોલીસે મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ રૂ. ૧૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ઝડપાયેલો ઈસમ ભાવનગરના તેજપાલસિંહ વાળા પાસે સટ્ટો કોપાવતો હોવાની કબુલાત કરતા નીલમબાગ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.