આણંદ સોજિત્રા ગામે અક્સ્માતનો મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રક્ષાબંધનના દિવસે અક્સ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. આ મામલે હવે કાર ચાલક કેતન પઢીયાર MLAના જમાઈનું હોવાનુ ખુલ્યુ છે. આ સાથે તે વ્યવસાયે વકીલ હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે અકસ્માતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ડ્રાઈવર કેતન પઢીયાર લથડિયા ખાતો નજરે પડી રહ્યો છે. સ્થાનિકો વીડિયોમાં કેતન પર દારુ પીધો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
કાર, બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર ત્રિપલ અકસ્માતના રૂહકાંપ બનાવમાં ઘટના સ્થળે એક સાથે 6 લોકોને કાળ આંબી જતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી. મૃતક 3 સભ્યો એક જ પરિવારના હોવાથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આ સાથે જ ઇજાગ્રત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, કારચાલક MLA પૂનમચંદ પરમારના જમાઇ હોવાનું સામે આવ્યું હતું. MLA પૂનમચંદ પરમારના જમાઇ કેતન પઢિયાર કાર ચલાવી રહ્યો હતો. આ તરફ હવે અકસ્માતનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.