રાજુ શ્રીવાસ્તવ આજે પણ દિલ્હીની AIMSમાં જીવન માટે ઝઝૂમી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ ખૂબ જ ઓછો એટલે કે પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક છે.
રાજુ શ્રીવાસ્તવ આજે પણ દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં જીવન માટે ઝઝૂમી રહ્યા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ ખૂબ જ ઓછો એટલે કે પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક છે. રાત્રે લગભગ 10 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીએ રાજુની પત્ની શિખાને ફોન કરીને તેની તબિયત વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના ઝડપથી સાજા થવાની કામના કરી હતી. સીએમ યોગી આદિત્યનાથ પણ સતત અપડેટ લઈ રહ્યા છે.