આઝાદી ના ૭૫ વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી ને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જે તિરંગા યાત્રાનો પ્રારંભ લાખોટા તળાવની પાળ ગેઇટ નંબર-૧ પાસેથી કરવામાં આવ્યો હતો.
જેમાં જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, શહેરના ધારાસભ્યોને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી,મનહરભાઈ ઝાલા, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ વગેરેમાં મહાનુભવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો.
આ વેળાએ શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, શહેર ભાજપના મહામંત્રી મેરામણ ભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા વગેરે પણ ઉપસ્થિત ગયા હતા, અને તિરંગા યાત્રામાં જોડાયા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલો ૭૫ મીટર લાંબો તિરંગો શહેરમાં સૌથી આકર્ષણનો કેન્દ્ર બન્યો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને તેઓ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૭૫ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તૈયાર કરાયો હતો. જે રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા, અને નગર ભ્રમણ કર્યું હતું. જે સમગ્ર રૂટ પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, અને ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ‘ભારત માતાકી જય’ ના ગગન ભેદી નારા સાથે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.