શ્રાવણ સુદ બીજ તારીખ 13/08/ 2022 શનિવારના રોજ અનંતશ્રી વિભૂષિત જ્યોતિષ એવં દ્વારકા શારદાપીઠાધીશવર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પ્રથમ દંડી સન્યાસી તથા પરમપ્રિય શિષ્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪ મો જન્મોત્સવ શારદાપીઠ દ્વારકામાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે.
જન્મોત્સવ કાર્યક્રમમાં 13ને શનિવારે સવારે 8 કલાકે ભગવાન ચંદ્રમોલેશ્વેર મહાદેવનો અભિષેક તથા પૂજન સવારે 10 કલાકે ભગવાન દ્વારકાધીશજીના શિખર પર નૂતન ધ્વજા આરોહણ પૂજન તથા શંકરાચાર્ય મહારાજનું પાદુકા પૂજન તથા સંતોના આશીર્વાદ વચન સાંજે 4 કલાકે શંકરાચાર્ય મઠ શારદાપીઠ સંચાલિત વરવાળા ટી બી સેનેટેરીયમ ખાતે નિ:શુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.