આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ-અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈ હતી. બે કિલોમીટર લાંબી તિરંગાયાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુજતાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
નોધનીય છે કે, CM પટેલ અને સી.આર.પાટીલ માત્ર બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી યાત્રામાં જોડાયા અને કિસાનપરા તરફ વળી ગયા હતા જયારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પગપાળા યાત્રામાં જોડાયા હતા.