આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.૧૩ને શનિવારે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નિકળનાર છે ત્યારે યાત્રાના રૂટ પર ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર શહેરના મુખ્ય માર્ગો પર વાહનોના આવન જાવન પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
તા.૧૩નૈ શનિવારે બપોરે ૩-૩૦થી સાજે ૭-૩૦ સુધી એ.વી.સ્કુલ મેદાનથી નવાપરા ચોક, હલૂરીયા ચોક, હાઇકોર્ટે રોડ, ઘોઘાગેટ ચોક, એમ.જી. રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દિવાનપરા રોડ, હલુરીયા થઈ એવી સ્કૂલ મેદાન સુધી તમામ પ્રકારના વાહનોને આવવા જવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે