ભારતીય લેખક અને બૂકર પ્રાઇઝ વિજેતા સલમાન રશ્દી પર અમેરિકામાં હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે થયેલ હુમલામાં એક કાર્યક્રમમાં જ્યારે લેખ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ આવીને ચાકુનાં ઘા કર્યા હતા અને લેખક ત્યાં જ પડી ગયા હતા. બાદમાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હાલ તેઓની સ્થિતિ નાજુક છે. હોસ્પિટલમાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સર્જરી બાદ તેઓને એક આંખ પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ છે. સલમાન રશ્દીનાં એજન્ટએ કહ્યું હતું કે લેખક હાલ બોલી શકે એવી સ્થિતિમાં પણ નથી.
ન્યુયોર્ક પોલીસનાં જણાવ્યા અનુસાર હુમળનાં સંદિગ્ધ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ હાદી મેટર છે જે ન્યુ જર્સીમાં રહે છે. પોલીસે કહ્યું હતું આવી ઘટના લગભગ 150 વર્ષનાં ઇતિહાસમાં ક્યારેય નથી બની. અમે એફબીઆઈ સાથે મળીને કામ કરી રહ્યા છે.