હર ઘર તિરંગા અભિયાનનો આજે ૧૩મીથી પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં આ અભિયાનને વધાવવા જબ્બર લોકજુવાળ જાેવા મળી રહ્યો છે. નગરજનોએ પોતાના ઘર પર, ગેલેરીમાં તેમજ શહેરની જુદી જુદી સંસ્થાઓએ ઉપરાંત સર્કલોમાં તેમજ વિવિધ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા સાથે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે.
સમગ્ર ગોહિલવાડમાં હર ઘર તિરંગા અભિયાનનો ઉમંગ-ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. (તસવીર: મૌલિક સોની)