ગુજરાત રમખાણોને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડની અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તિશ્તા શેતલવાડ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી.તિશ્તાની જામીન અરજી સામે SITના વકીલ દ્વારા સમયની માંગણી કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટે જામની અરજી ફગાવી દીધી હતી. ત્યારે તિસ્તા સેતલવાડે હવે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ યૂ.યૂ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચમાં 22 ઓગસ્ટના રોજ સુનાવણી થશે.
ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થઈ રહી છે. મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજો રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતાં. NGO મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું.
ખોટી ફરિયાદ નોંધવા તિસ્તાએ ઝાકીયાનો ઉપયોગ કર્યો હોવાનો દાવો
તિસ્તા સેતલવાડ અને આર.બી શ્રી કુમારના ગત જામીન અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં તિસ્તા સામે વધુ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો.કોર્ટમાં ઝાકિયા ઝાફરીનો ઉલ્લેખ કરી સરકારી વકીલે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડ,સંજીવ કુમાર અને શ્રીકુમારે ઝાકીયા ઝાફરીનો ઉપયોગ કર્યો છે. ખોટી ફરિયાદો સરકાર વિરુદ્ધ કરવા ઝાકિયાને તિસ્તા સહિતના બે આરોપીએ કહ્યું હતું. જે બાદ પ્લાન મુજબ ઝાકિયા દ્વારા ગુજરાતના તત્કાલિન CM અને રાજકીય નેતાઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મિલિટરી આવવા માંગતી હતી પરંતુ સરકારે મિલેટરીને રોકી હતી જે બાદ સમાધાન કરવા અમને BJP ઓફીસે ઝાકિયાને બોલાવ્યા હતા. પરંતુ ઝાકિયા FIR ન થાય ત્યાં સુધી ગઈ નહીં. આ તમામ ખોટી ફરિયાદ નોંધવા તિસ્તાએ ઝાકીયાનો ઉપયોગ કર્યો હોવાનો દાવો સરકારી વકીલે કોર્ટમાં કર્યો હતો