દેશના રાજકારણમાં વારંવાર ઉથલપાથલ આવી રહી છે, પહેલા મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન અને પછી બિહારમાં. બિહારમાં નીતિશ કુમારની નવી રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો જે બાદ ભાજપ હાઇકમાન્ડે તમામ પ્રાદેશિક નેતાઓએ દિલ્હીનું તેડું મોકલાવ્યું અને અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP Nadda ની બેઠકમાં આગામી ચૂંટણીને લઈને લક્ષ્ય આપી દેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ બેઠકમાં નીતિશ કુમારની પોલ ખોલવા માટે અનેક રેલીઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ક્ષે નીતિશ કુમાર પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે બિહારમાં લાલૂ રાજને પાછલા દરવાજે પાછું લાવવા માટેનું આ ગઠબંધન અને જનતા સાથે દગો છે. PM મોદીના નેતૃત્વમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ 35 બેઠકો જીતશે.